સમાજ વિશે

એકતા • સંસ્કૃતિ • વિકાસ

અમારા વિશે

જય ઉમિયા,

શ્રી ઉમિયામા ની અસીમ કૃપાથી આપના સમાજના દીઘૅદ્રષ્ટા વડીલો અને શ્રેષ્ઠીઓની આગવી સુઝ-બુઝથી ૪૫ ગામમાં પથરાયેલ કડવા પાટીદાર સમાજ ને એક તાંતણે બાધવાનો વિચાર સ્ફૂર્યો હતો. મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો ધંધો કરતો પાટીદાર સમાજને આઝાદી બાદ શિક્ષણ,નોકરી અને ધંધા ક્ષેત્રની ખુબજ જરુરીયાત હતી.ધીમે ધીમે તેના તરફ પગરણ કરવા લાગ્યો પ્રગતિ કરવામા કઇક ખૂટતુ હોઇ સમાજના વડીલ ,શિક્ષિત ,રાજકીય આગેવાનો એક મંચ પર એકઠા થવાનુ વિચાર બીજ નો અંકુર સ્ફૂર્યો અને તેની શુભ શરુઆત ૧૯૮૧ ના વસંતપંચમી ના શુભ દિને થઇ .આ દિને ૪૫ ગામોના ૨૦૦ થી વધુ ગામ આગેવાનોની પ્રથમ બેઠક ગાંભોઇ હાઇસ્કૂલ માં મળેલ .ત્યારબાદ ૪ થી ૫ બેઠકોની ગહન વિચારણાના બાદ સમાજના રીત રિવાજો માં સુધારા કરવા બાબતે વિચારર્વિમર્શ કરવામાં આવ્યો.જે વિચારાન્તે દરેક ગામમાંથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો તેનાથી દરેક ના મનમાં એક નવીન ચેતનાનો સંચાર થયો અને ક્રમશ.: આપણા સમાજ્નુ સંગઠન મજબૂત થતુ ગયું .અને તારીખ ૦૧-૦૪-૧૯૮૫ ના રોજ સમાજના બંધારણની રચના કરી વૈધાનિક સ્વરુપ આપી શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિમતનગરની સ્થાપના થઇ .

સૌ પ્રથમ સમાજના પ્રમુખ તરીકેનો કાર્યભાર તા. ૧૬-૧૨-૧૯૮૪ થી ૩૧-૦૭-૧૯૮૯ સુધી સ્વ.પટેલ શંકરભાઇ દેવજીભાઇ હાથરોલ દ્વારા સંભળવામાં આવેલ. આજદિન સુધી માં ૧૧ પ્રમુખો તથા તેમના સાથી હોદેદાર મિત્રો દ્વારા કાર્યભાર સંભાળવામાં આવેલ છે.તેમની સાથે તત્કાલિન સમયે વિવિધ ગામના પ્રતિનિધિ મિત્રોનો પણ સહયોગ રહેલ છે.

વિશાળ સમાજ ની રચના થતાં વિવિધ પ્રસંગો જેવા કે સમુહલગ્ન અને વિવિધ પ્રવૃતિ ઓ માટે એક મોટી જ્ગ્યા ની જરુરીયાત ઉભી થઇ જેના સ્વરુપે હિમતનગર ખાતે જૂની સમાજવાડી (પટેલ બોર્ડિંગ) માર્કેટ યાર્ડ ની પાછળ આવેલ હતી. જેનુ વેચાણ આપી સહકારી જીન પાસે ૪ એકર - ૧૦ ગુંઠા જેટલી જમીન સમાજના શ્રેષ્ઠીઓ જેવા કે સ્વ.પટેલ શંકરભાઈ દેવજીભાઈ, સ્વ.પટેલ ભગવાનદાસ હરીભાઈ, સ્વ.પટેલ લખાભાઈ બહેચરભાઈ, સ્વ.ચીમનભાઈ લખુભાઈ પટેલ તથા નામી અનામી સમાજના છેવાડાના વ્યકિત સુધીના પ્રયત્નોથી વેચાણ રાખવામાં આવેલ છે.

મુખ્ય દાતા સ્વ.લખાભાઈ બહેચરભાઈ પટેલ હિંમતપુર તથા સમાજના સૌ દાતાઓના સહયોગથી આ જમીન પર આગળ ના ભાગે વિશાળ સંકુલ બાંધવામાં આવેલ છે. વિશેષ જરુરીયાત ઉભી થતાં પાછળના ભાગે નવીન બિલ્ડિંગ ની રચના કરવામાં આવી મુખ્ય દાતા પટેલ નરસિંહ ભાઇ હિરાભાઇ દલપુર પૂર્વ પ્રમુખશ્રી તથા અન્ય દાતાઓના સહયોગથી જેમાં નીચેના ભાગે રસોડા શેડ તથા ખુલ્લો હોલ ની રચના કરવામા આવી. તેમજ ઉપરના હોલ માટે સ્વ.પટેલ ખેમાભાઇ રાંમાભાઈ તથા સ્વ. સુરજબેન ખેમાભાઈ પટેલ હડિયોલની સુપુત્રીઓ ગં.સ્વ.વિજીબેન જેઠાભાઈ ખેમચંદભાઈ પટેલ અને ગં,સ્વ. શારદાબેન વિઠ્ઠલભાઈ અમીચંદભાઈ પટેલ બેરણા ના દાતાઓ તરફથી દાન મળેલ છે. આ ઉપરાંત ઉપરના હોલ માં આવેલ રુમો માટે સમાજના અલગ અલગ ગામના દાતાઓ તરફથી દાન મળેલ છે.

સમાજના આધ્યસ્થાપક તેમજ સમાજના પ્રથમ પ્રમુખ શ્રી સ્વ.પટેલ શંકરભાઇ દેવજીભાઇ હાથરોલ (પુર્વ ધારાસભ્ય) ના પુત્ર શ્રી કિરિટભાઇ શંકરભાઇ પટેલ પરિવાર તરફથી સમાજવાડીના મુખ્ય પ્રવેશદ્વાર માટે દાન આપવામાં આવેલ છે. આ ઉપરાંત સમાજવાડીના મુખ્ય પ્રવેશ દ્વારની બાજુ ના કંમ્પાઉંન્ડ વોલના દાતા પટેલ ડાહ્યાભાઇ જીવાભાઇ જાંબુડી દ્વારા દાન મળેલ છે. તેમજ સમાજવાડી માં આવેલ વોટર વર્કસ માટે ઓવરહેડ પાણીની ટાંકી માટે સ્વ.પટેલ રમણભાઇ ડાહ્યાભાઇ આકોદરા દ્વારા દાન મળેલ છે. આ ઉપરાંત સમાજના વિકાસ અર્થે વિવિધ ગામોના નામી અનામી દાતાઓ તરફથી આર્થિક,શારિરીક અને માનસિક સહયોગ મળેલ છે.

અમારો ઉદ્દેશ

Mission

સમાજના દરેક સભ્યને પ્રગતિના માર્ગે આગળ વધારવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી.

Vision

સંસ્કાર, શિક્ષણ, અને એકતાના આધારે સમાજને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવામાં સહાયરૂપ થવું.

સમાજની સામાજિક પ્રવૃત્તિઓ

સમૂહ લગ્નોત્સવ

દર વર્ષે વસંત પંચમી આસપાસના શુભ મુહૂર્તમાં, રવિવારના દિવસે, મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડીમાં સમૂહ લગ્નોત્સવ યોજાય છે.

સમર કેમ્પ

દર વર્ષે સમર કેમ્પ મે માસમાં મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડીમાં યોજાય છે. તારીખ 31-03 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનારથી લઈને 14 વર્ષ પૂર્ણ કરનાર બાળકો પ્રવેશ પાત્ર છે. નક્કી કરેલ ફી ભરવી તથા ફોર્મ ભરવું ફરજિયાત છે.

ફુલસ્કેપ અને સ્કૂલ બેગ વિતરણ

દર વર્ષે ફુલસ્કેપ તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવે છે. સંભવિત રીતે એપ્રિલ–મે–જૂન મહિનામાં આ વિતરણ યોજાય છે.

વાનપ્રસ્થ વંદના

દર વર્ષે 1 ઑગસ્ટના રોજ 72 વર્ષ પૂર્ણ કરનાર વડીલ શ્રીનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવે છે. તે ઉપરાંત, 1 ઑગસ્ટથી 31મી જુલાઈ દરમિયાન નિવૃત્ત થનાર કર્મચારીઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવે છે.

શૈક્ષણિક ઇનામ વિતરણ

પહેલી ઑગસ્ટથી ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં ઇશ્યૂ થયેલ માર્કશીટને ધ્યાને લઈ તેજસ્વી તારલાઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવે છે.

શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
શૈક્ષણિક સહાય
Samuh Lagnotsav
Samuh Lagnotsav
rteste
rteste

સમાજ સાથે જોડાવા ઈચ્છો છો?

સભ્ય બનવા અથવા વધુ માહિતી મેળવવા માટે અમારો સંપર્ક કરો.

Contact Us