પ્રમુખશ્રીનો સંદેશ
એકતા • સેવા • વિકાસ
શ્રી કિરીટભાઈ શંકરભાઈ પટેલ
પ્રમુખશ્રી, શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજ
પ્રિય સમાજબંધુઓ, મને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણે સૌ એક સંગઠિત સમાજ તરીકે સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યા છીએ. સમાજની એકતા, શિક્ષણ અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે દરેક સભ્યનું સહકાર અતિ મહત્વપૂર્ણ છે.
આપણા પૂર્વજોએ આપેલા સંસ્કાર અને પરંપરાઓને સાચવીને, નવા યુગની જરૂરિયાતોને અનુરૂપ વિકાસ તરફ આગળ વધવું આપણી સૌની જવાબદારી છે. સમાજના યુવાનો શિક્ષણ, સેવા અને નૈતિક મૂલ્યોમાં અગ્રેસર બને એ મારી હાર્દિક ઇચ્છા છે.
સમાજની દરેક પ્રવૃત્તિમાં આપના સહયોગ બદલ હું આપ સૌનો આભાર માનું છું અને આશા રાખું છું કે આવનારા સમયમાં આપણે વધુ મજબૂત અને સમૃદ્ધ સમાજ બનાવી શકીશું.
જય ઉમિયા માતાજી 🙏