શ્રી મોડાસિયા કડવા પાટીદાર સમાજ વિશે
શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજ સત્તર-સત્તાવીસના નામે ઓળખાતો ૪૬ ગામોનો બનેલો, હિંમતનગર-પ્રાંતિજ-તલોદ તાલુકામાં ફેલાયેલો વિશાળ સમાજ છે. જે ૪૦૪૦ કુટુંબો સાથે અંદાજે ૨૨૨૮૭ ની જનસંખ્યા ધરાવે છે. આ વિશાળ સમાજને સંગઠનના એક તાંતણે બાંધવા, સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવા, સામાજિક આર્થિક સુધારાઓ કરવા સમાજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
સમાજ દ્વારા સમૂહલગ્નોનું આયોજન, મહિલા સંમેલન, યુવા સંમેલન, તેજસ્વી તારલાઓનું અને વિશિષ્ઠ કારકિર્દી પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન અને વ્યસનમુક્તિ અભિયાનની પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજને ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવા પ્રયત્ન થાય છે.
સમાજના દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તેવી જોગવાઇ કરવાનો સમય હવે પાકી ગયો છે. સમયનો આ તકાજો છે. આજની ૨૧ મી સદીમાં અને કોમ્પ્યુટર યુગમાં સમયની સાથે કદમ તાલ મેળવવા આ પ્રવૃત્તિ હાથ ધર્યા સિવાય છૂટકો નથી. આવનારા સમય માટેના પ્રડકારો સામે ક્ષમતાપૂર્વક સામર્થ્ય પ્રાપ્ત કરવા સૌને ઉજાગર કરવાની સમાજ અપેક્ષા રાખે છે.
આ સમાજની આગવી ધાક, હાક અને છાપ હતી તે સૌ કોઇ જાણે છે. જે પુનઃ પ્રસ્થાપિત થાય તેવી શુભેચ્છા. આવો, આપણે સૌ શિક્ષિત ભાઈ-બહેનો, કર્મચારી ભાઇ-બહેનો, સામાજિક સેવાભાવી કાર્યકરો અને સમાજના સર્વે હિતચિંતક ભાઇ-બહેનો સાથે મળીને સમાજના ઉત્થાન માટે ચિંતન કરી સહભાગી બનીએ. મા ઉમિયાના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી શુભ ભાવના.
આશીર્વાદીય સંદેશ
શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી મોડાસિયા કડવા પાટીદાર સમાજ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. સમાજની એકતા, ભાઈચારો અને સહકાર એ અમારી સૌથી મોટી શક્તિ છે. શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવું એ અમારું મુખ્ય ધ્યેય છે. યુવા પેઢી સમાજનું ભવિષ્ય છે, તેથી તેમના સર્વાંગી વિકાસ માટે અમે પ્રતિબદ્ધ છીએ. સમાજના દરેક સભ્ય સુખી, સમૃદ્ધ અને સ્વાવલંબી બને તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. સેવા, સહાય અને સહાનુભૂતિ દ્વારા સમાજમાં માનવતા જાળવવાનું કાર્ય કરીએ છીએ. મોટા-નાના તમામ સભ્યો વચ્ચે પરસ્પર સન્માન અને પ્રેમની ભાવના વિકસે એ અમારો સંકલ્પ છે. પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સમાજને નવી ઊંચાઈ આપે છે. એકતા, ઈમાનદારી અને મહેનતથી સમાજ સતત આગળ વધતો રહેશે. શ્રી ઉમિયા માતાજી સૌ પર કૃપા વરસાવે એવી અમારી પ્રાર્થના છે.
આગામી ઈવેન્ટસ (Upcoming Events)
સમાચાર અને અપડેટ્સ (News & Updates)
ચોથો સમર કેમ્પ યોજાયો:હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજના 1200 બાળકોએ ભાગ લીધો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્વારા સતત ચોથીવાર ત્રિ દિવસીય સમર કેમ્પનુ...
વધુ વાંચો →
વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ:હિંમતનગરમાં મોડાસીયા સમાજ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું
ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સમાજનું મોડાસીયા ગોળ કડવા પાટીદાર સમાજ અને આ સમાજ દ્વારા રવિવારે હિંમતનગરની...
વધુ વાંચો →સભ્ય પોર્ટલ
સમિતી સભ્યો
શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજના ગામો
આપણા સમાજના તમામ ગામોની વિગતવાર માહિતી, તાલુકા, જિલ્લાની વિગતો તથા ગામના પ્રતિનિધિ સભ્યોની યાદી અહીં ઉપલબ્ધ છે.
46
ગામો255
પ્રતિનિધિ સભ્યોસમાજના સભ્યોના વ્યવસાય
📱 0000000000
📱 0000000000
📱 0000000000