પૂર્વ પ્રમુખ ના આશીર્વાદ
શંકરભાઈ દેવજીભાઈ પટેલ
1984 - 1989
જીવન વર્તાંત & યોગદાન
મા.શ્રી. શંકરભાઈ દેવજીભાઈ પટેલ એટલે આપણા સૌના ‘'કાકા” તેઓશ્રીનું વતન હાથરોલ, તા. હિંમતનગર. પિતાશ્રી દેવજીદાદા તથા માતા કોદીબા. દેવજીદાદા એટલે કડવા પાટીદાર સમાજ સમસ્તના વડા. 'મુખી' ના હુલામણા ઉપનામથી સૌ તેમને ઓળખતા. પિતાના વારસાને શંકરકાકાએ જીવતો રાખ્યો. તેઓશ્રી પણ અમારા સમાજના એકમાત્ર વડીલ આગેવાન વર્ષો સુધી રહ્યા. સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે તેઓ સદૈવ મથતા રહ્યા હતા. સમાજને એકસૂત્રે બાંધી તેઓશ્રી ઘણા બધા સુધારા લાવી શક્યા હતા. તા. ૧૬/૧૨/૮૪ થી તા. ૩૧/૭/૮૯ સુધી તેઓ શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે રહી સમાજની સેવા બજાવી. સમાજ ઉત્થાન અને સમાજ સેવા તેમના શ્વાસોચ્છવાસ હતા. -સાબરકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રના તેઓ ભીષ્મપિતામહ હતા. સહકારી ક્ષેત્રના એકમોની સ્થાપના અને વિકાસમાં તેમનું યોગદાન દાદ માગી લે તેવું હતું. તેઓશ્રી હિંમતનગર તાલુકા વિભાગના ધારાસભ્ય તરીકે ૧૦ વર્ષ સુધી રહ્યા હતા. તે દરમ્યાન તેમણે તાલુકા તથા સમાજના હિતનાં ઘણાં કામો કર્યા હતા. રાજ્યના કોઇપણ અધિકારી કે પ્રધાન પાસેથી કામ કઢાવવાની તેમની પધ્ધતિ કાબિલેદાદ હતી. સહકારી જીન કેમ્પસ, જિલ્લાની નાની મોટી સીંચાઈ યોજનાઓ તથા સહકારનું જામેલું માળખું તેમના પરિશ્રમનો પરિપાક છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તેઓની સેવાઓ ભૂલી ભૂલાય તેમ નથી. સાબરકાંઠા બેન્કમાં તેઓએ ચેરમેન તરીકે લાંબી સેવા આપી હતી. સાબરકાંઠાના મોટાભાગનાં ગામોમાં બેન્કીંગ સેવા મળે તે હેતુથી સાબરકાંઠા બેન્કની શાખાઓ ગામડાઓમાં ખોલી. સાઇઠ વર્ષ પહેલાં હિંમતનગર મુકામે છાત્રાલય ઉભુ કર્યુ. એ જમાનામાં ગામડાનાં વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટેનું એ એકમાત્ર આશ્રયસ્થાન હતું. રહેશે. આમ અનેકવિધ ક્ષેત્રે તેમની સેવાઓ અને સફળ નેતૃત્વ માટે સમાજ સંદવ તેમનો ઋણી આજે તેમના તૈલચિત્રના અનાવરણથી અમારો સમાજ તેમની સેવાના ઋણને અદા કરવાનો યત્કિંચિત પ્રયાસ કરે છે.
પાછા ફરો