સમાજ સમાચાર
એકતા • સંસ્કૃતિ • વિકાસ
મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર દ્વારા આયોજિત કેન્સર નિદાન કેમ્પ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો.
🗓️ 24 Sep 2026
કેન્સર નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન મોડાસિયા કડવા પાટીદાર સમાજ, હિંમતનગર દ્વારા આયોજિત કેન્સર નિદાન કેમ્પ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કેમ્પમાં ઉપસ્થિત રહી (૧૧૪ કેસ)આરોગ્ય તપાસ કરાવનાર તમામ બહેનોનો હૃદયપૂર્વક આભાર કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામ ડોક્ટરશ્રીઓ, મેડિકલ ટીમ, મહિલા પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો તેમજ સહયોગીઓનો દિલથી આભાર અને અભિનંદન. આપ સૌના સહયોગથી સમાજમાં આરોગ્ય જાગૃતિ અને કેન્સર સામે સમયસર નિદાનની ભાવના વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ. “સાવચેતી, જાગૃતિ અને સમયસર નિદાન — સ્વસ્થ જીવન તરફનું મહત્વનું પગલું.” આભાર સહ... જય ઉમિયા પ્રમુખશ્રી:-કિરીટભાઈ એસ પટેલ મો.635343873 મંત્રી શ્રી:-મહેશભાઈ વી પટેલ મો.9426271143
← Back to News